ખાંભા-ચલાલા રોડ પર રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આર.એફ.ઓ. નકુમ અને વન વિભાગની ટીમે બિનકાયદેસર લાકડાની હેરાફેરી કરતા એક ટ્રકને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. ગીર ગઢડા પંથકમાંથી લીમડા, વડલા અને કાતરીના આટકાટ લાકડા ભરીને રાજકોટ તરફ જઈ રહેલા ટ્રક (ય્ત્ન ૦૪ છઠ ૪૨૩૫) ને મહાદેવ હોટેલ પાસે શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્‌યું કે આરોપી મુસ્તાકભાઈ હુસેનભાઈ સામેજા (રહે. જામવાળા) કોઈપણ પ્રકારની પરવાનગી વગર આ લાકડાનું વહન કરી રહ્યો હતો.વન વિભાગે તુલસીશ્યામ રેન્જની પીપળવા રાઉન્ડ કચેરી ખાતે ગાડી ડિટેઈન કરી ગુનો નોંધ્યો છે અને પ્રાથમિક તબક્કે ૨૫,૦૦૦ રૂપિયાની એડવાન્સ રિકવરી વસૂલ કરી છે. નોંધનીય છે કે આર.એફ.ઓ. નકુમના
નેતૃત્વમાં છેલ્લા ત્રણ મહિનામાં પકડાયેલી આ ૧૫મી ગાડી છે, જે લાકડાચોરો સામેની કડક કાર્યવાહી દર્શાવે છે.