કવિ શ્રી દાદા ગવર્મેન્ટ આટ્‌ર્સ એન્ડ કોમર્સ કાલેજ, પડધરી અને ‘પર્યાવરણ મિત્ર’ એન.જી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કાલેજો માટે ‘Climate Catalyst Summit ૩.૦’ નું આયોજન કરાયું હતું. આ સમિટમાં “ગુજરાતના આબોહવા ભવિષ્યની નવી કલ્પના યુવા, નીતિ અને કાર્ય” થીમ હેઠળ વિવિધ પર્યાવરણીય વિષયો પર પ્રસ્તુતિ યોજાઈ હતી.માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજ, અમરેલીની પાંચ વિદ્યાર્થિનીઓએ ડો. નિરૂપા ટાંકના માર્ગદર્શન હેઠળ “આબોહવા પરિવર્તન અને સ્થિતિસ્થાપકતા” વિષય પર પ્રભાવશાળી રજૂઆત કરીને સમગ્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ટીમ હવે અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યસ્તરીય તબક્કામાં પ્રતિનિધિત્વ કરશે. કાલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વિલાસબહેન સોરઠિયા તથા કાલેજ પરિવારે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.