શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગને ભાડા પટ્ટે ચલાવતી ઇન્ડિયન પોટાસ લિમિટેડ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કંપનીના પ્રોત્સાહનથી ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ ૧૬ માસ વીતી જવા છતાં હજુ સુધી શેરડીનું કટિંગ કરવામાં આવ્યું નથી. પરિણામે ઊભો પાક ખેતરમાં જ સડી રહ્યો છે અને ખેડૂતો આગામી ઉનાળુ પાક લેવામાં પણ અસમર્થ બન્યા છે. આ કપરી પરિસ્થિતિમાં કંપનીના અધિકારીઓ સહકાર આપવાને બદલે ખેડૂતો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યા છે. આ મુદ્દે રાષ્ટ્રીય કિસાન સંગઠનના અગ્રણી મહેશભાઈ બારડ દ્વારા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને લેખિત રજૂઆત કરી ત્વરિત વળતર અને ન્યાયની માંગ કરવામાં આવી છે.









































