આયુષ્માન આરોગ્ય મંદિર વડેરા દ્વારા રંગપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને વાહકજન્ય રોગો ફેલાવાના મુખ્ય કારણો અને તેનાથી બચવા માટેના અસરકારક ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. તદુપરાંત તંદુરસ્ત જીવન માટે પૌષ્ટિક આહારનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ બાળકોને પ્રોત્સાહનરૂપે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયુષ્માન આરોગ્ય મંદિરના સ્ટાફ સપનાબેન રાણવા, ડી.જી. રાજ્યગુરૂ અને કે.બી. દુધાત તેમજ શાળાના આચાર્ય રાકેશભાઈ દેવાણી અને શાળાના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.









































