રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ધોરાજીમાં અલગ-અલગ વિસ્તારોમાં હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના મુખ્ય ભાગરૂપે ધોરાજીની કે. ઓ. શાહ કોલેજ ખાતે શ્રી રામ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ધોરાજી મોટી હવેલીના ગોસ્વામી અભિષેક કુમાર મહોદય, સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ તેમજ સંઘના ગોંડલ જિલ્લા કાર્યવાહ વિજયભાઈ રાબડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંમેલનના અધ્યક્ષ પી.સી. ગુંદણીયા, ઉપાધ્યક્ષ કિશોરભાઈ રાઠોડ અને મનુભાઈ જાગાણી, મહામંત્રી રાજુભાઈ યાદવ અને કૌશિકભાઈ રામોલિયા, ખજાનચી દિલીપભાઈ હોતવાણી તથા મહિલા મંડળમાંથી વિરલબેન પારેખ સહિતના મહાનુભાવો મંચ પર બિરાજમાન રહ્યા હતા. આ હિન્દુ સંમેલનમાં શહેરના ભાઈઓ, બહેનો, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.