ઉના તાલુકાના કંસારી ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ઉનાના પ્રાંત અધિકારી કૌશિક પરમાર, મામલતદાર ભીમાણી, ટી.ડી.ઓ. ચાવડા અને ખેતીવાડી અધિકારી સહિત તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કૃષિ મહોત્સવમાં ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓના લાભ અને તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી. તજજ્ઞોએ ખેડૂતોને પાકના વાવેતર માટે કયો સમય અનુકૂળ છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી.