ઉના તાલુકાના કેસરીયા ગામે આવેલા શંકર ભગવાનના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો છે. પોલીસે ગફાર ઉર્ફે નૂરા કાતીયાર સંધિ (ઉં.વ. ૨૫) તથા હાજી ઉર્ફે ઇસ્માઇલ હાજી મુન્શી મુલ્લાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી આશરે ૫ કિલોગ્રામ વજનના તાંબા જેવી ધાતુના નાગદાદાના કાપેલા ટુકડા સહિત રૂ.૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત થયો છે. ચોરી અંગે ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.







































