સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ચોથા વર્ષે રોયલ સીટી ખાતે ૩૧ દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દાસીજીવણ પાર્ટીપ્લોટથી ૩૧ વરરાજાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. સમારોહની શરૂઆત રાષ્ટ્રગાનથી થઈ હતી.આ ૧૩૫ વીઘા વિસ્તારમાં ૩૧ લગ્ન મંડપો, રક્તદાન કેમ્પ અને વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક દીકરીને સોનાનું મંગળસૂત્ર, હાર, ચાંદીના સાંકળા સહિત ૧૨૫થી વધુ વસ્તુઓનો કરિયાવર અપ્યો હતો. તેમજ ૪૦૦ સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડા. મનસુખભાઈ માંડવીયા,રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ગણેશસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લેઉવા પટેલ સમાજના વિવિધ ગ્રુપોએ પણ સેવા આપી હતી.







































