રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૨૬થી “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” અમલમાં મુકવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના ૫૭૫ આંગણવાડી કેન્દ્રોમાં નાનું-મોટું સમારકામ, ફ્લોરની મરામત, કલરકામ, ચિત્રકામ, બારી-દરવાજાની સુધારણા તેમજ આંગણવાડી કેન્દ્રોની આસપાસ અને અંદરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે. જેના પરિણામે લાભાર્થી બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓ અને કિશોરીઓને આકર્ષક, ભૌતિક સુવિધાસભર, આરોગ્યદાયક અને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે.








































