અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કુલ કોલેજ હોસ્ટેલ, અમરેલી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભા અને સાંસ્કૃતિક વારસાને સુંદર અભિવ્યક્તિ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબા, પંજાબી ડાન્સ, ફ્રી રાસ, ડાકલા, નાટક, મિમિક્રી, આદિવાસી નૃત્ય તેમજ પહાડી નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ મંચ પર રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ મનમોહક રજૂઆતોને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઉત્સાહભેર વધાવી લીધી હતી.