વિશ્વ હિંદુ પરિષદના સહયોગી સંગઠન બજરંગ દળને વધુ સંગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે અમરેલી જિલ્લાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર વિભાગના સંયોજક ગીગુભાઈ આહિરના હસ્તે વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી જેમાં જીગીશુભાઈ મહેતાને જિલ્લા સંયોજક તરીકેની મુખ્ય જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત કરણભાઈ વાજા, ઇન્દ્રજીતસિંહ ચૌહાણ અને ભાર્ગવભાઈ માવાણીને જિલ્લા સહસંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે માધવભાઈ ભટ્ટને સાપ્તાહિક મિલન કેન્દ્રના સંયોજક અને કુણાલભાઈ જોશીને સુરક્ષા સંયોજક તરીકે નિયુક્ત કરાયા છે. સુરક્ષા સહસંયોજક તરીકે આર્યનભાઈ ભુવા અને રઘુવીરભાઈ ભુવા કાર્યભાર સંભાળશે. યુવા શક્તિને જોડવા આર્યનભાઈ માધડને વિદ્યાર્થી સંયોજક અને ભવ્યભાઈ ભુવાને વિદ્યાર્થી સહસંયોજક બનાવાયા છે જ્યારે સુમિતભાઈ સિંધવને ગૌરક્ષક અને વરૂણભાઈ ભટ્ટને બલોપાસના સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સૌએ સંગઠનને મજબૂત બનાવી રાષ્ટ્રસેવાના કાર્યો વેગવંતા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.