અમરેલી જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ૧૫ ઓગસ્ટની ભવ્ય ઉજવણી અંતર્ગત અમરેલી શહેરમાં તિરંગા રેલી તથા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ શસ્ત્ર પ્રદર્શન નિહાળી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ગજેરા કેમ્પસમાં પણ તિરંગા રેલી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રેલી દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.










































