અમરેલીમાં પટેલ સંકુલ સ્કૂલ પાછળ આવેલી અર્જુન નગર સોસાયટીમાં ગણેશ મહોત્સવ અંતર્ગત તા. ૨૪ સપ્ટેમ્બરે ‘અર્જુન નગરના રાજા’ ગણપતિ મહારાજને ૫૬ ભોગ અર્પણ કરાયા હતા. સોસાયટીના લોકો પોતાના ઘરેથી વિવિધ પ્રકારના પ્રસાદ બનાવી લાવી ૫૬ ભોગમાં અર્પણ કર્યા હતા. સોસાયટીની મહિલાઓ દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીજનો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ અન્નકોટનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.