યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, અમરેલી દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તેમાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા વિભાગની સ્પર્ધા યોજાશે. ત્રણેય વિભાગમાં પ્રથમ ક્રમે આવનાર વૃંદો રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. પ્રાચીન તથા અર્વાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષ અને રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયમર્યાદા રહેશે. ભાગ લેવા ઇચ્છતી સંસ્થા-મંડળોએ પ્રવેશપત્ર સાથે ઉંમરનો આધાર પુરાવો, નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિતની વિગતો તા. ૨૮ સપ્ટેમ્બર, બપોરે ૧૨ વાગ્યા સુધી બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં. ૧૧૦/૧૧૧, અમરેલી ખાતે મોકલવાની રહેશે. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૨૩૬૩૦ પર સંપર્ક કરી શકાશે.








































