અમરેલીમાંથી લોખંડની ચોરી થઈ હતી. આ અંગે બાંધકામનો ધંધો કરતા નરેશભાઈ દાનજીભાઈ ચાવડા (ઉ.વ.૫૦)એ મહેબૂબ તથા હિરેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે અમરેલી ગાયત્રી મંદિર પાછળ રામાપીર મંદિરના સ્લેબનું કામ રાખ્યું હતું. ત્યાંથી આરોપીઓ તેમના રૂ. ૨,૨૦૦ની કિંમતના લોખંડના બે ડાગ ચોરી કરી ગયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.








































