અમરાપરા જૂથ સેવા સહકારી મંડળીની નવી કાર્યકારી સમિતિની ચૂંટણી વર્ષ ૨૦૨૫ સંપૂર્ણ રીતે બિનહરીફ રહી હતી.
મંડળીના તમામ સભ્યો વચ્ચે રહેલા સુમેળ અને સહકારના ભાવથી આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થઇ હતી. મંડળીની ચૂંટણી પ્રક્રિયા માટે નિયુક્ત ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ઉમેદવારોના નામ નોંધાયા બાદ કોઈપણ ઉમેદવાર વિરુદ્ધમાં નામાંકન ન થતાં તમામ ઉમેદવારો વિવાદ વગર સર્વસંમતિથી ચૂંટાયા હતા. આ પ્રસંગે મંડળીના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ તમામ સભ્યોના સહયોગથી પારદર્શી અને જવાબદાર વહીવટના માધ્યમથી સંસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.