રાગ – વૈરાગ – ૩૪
પ્રિય વાચક મિત્રો,
આ સાથે ૩૪ હપ્તાની સફર પૂરી કરીને મારી નવલકથા “રાગ વૈરાગ”અહીં પૂરી થાય છે. આપને નવલકથા કેવી લાગી તેના પ્રતિભાવ મારા મોબાઇલ નંબર ઉપર મળશે તો ગમશે.
યોગેશ પંડ્યા
૯૨૬૫૦ ૬૮૫૨૭
અચાનક એજ વખતે બહારથી અવાજ આવ્યો અને અટકાડેલું બારણું હળવેકથી ખૂલ્યું . એક પડછાયો ત્યાં ઊભો હતો.
‘‘કોણ છે?’’ આનંદે રૂપથી ત્વરિત અળગા થતા ચોંકીને.પૂછ્યું. તો પડછાયો બોલ્યો,‘‘મારી ઓળખાણ ના પડી? મને જ ભૂલી ગયા?’’ અને આનંદ રૂપા બન્ને ઊભા થઈ ગયા. પડછાયો હવે બારણા પાછળથી પ્રગટ થયો અને આનંદે જોયું તો… તેની આંખો પહોળી થઈ ગઈ. જોયું તો પૂજા હતી. પડછાયો બીજો કોઈનો નહોતો પણ પોતાના કાળજાના કટકાનો હતો.અને નજર.સામે મંદ મંદ મલકતી પૂજા હતી. – પૂજા, દીકરી તું? આનંદ હજી આશ્ચર્યાઘાતમાં જ ડૂબેલો હતો.તેણે ફરીને એ જ ભાવ સાથે પૂછ્યું,‘‘પૂજા, તું?’’ જવાબમાં પૂજા હસી પડી,‘‘હા,પપ્પા હા! હું પૂજા જ છું. પૂજાનું ભૂત નથી તે તમે આમ ડરી ગયા છો અને.ઘડીએ ઘડીએ પૂછો છો .કે પૂજા તું? પૂજા તું?..પપ્પા,તમારી સામે તમારી દીકરી સદેહે ઊભી છે.બીક લાગતી હોય તો મને સ્પર્શી જુઓ. એટલે તમારો વ્હેમ દૂર થાય..!’’
એટલું બોલીને પૂજા આનંદ ને સ્મિતવંતા ચહેરે તાકી રહી.અને પછી તેની નજર રૂપા ઉપર પણ સ્થિર થઈ.રૂપા ની નજર બીકથી,શરમથી અને હવે પોતાની ઉપર આવી પડનાર આઘાતની આશંકાથી નીચે ઢળી ગઈ. આનંદ હવે કંઈક સ્વસ્થ થવા મથ્યો.પણ થઈ ના શક્યો.કેમ કે એક દીકરીએ આજે પોતાના બાપને એક અજાણી સ્ત્રી સાથે બંધ બારણે જોયો હતો.અને એ બાપ,એ દીકરીની નજરમાં આજ સુધી નિષ્કલંક,નિષ્પાપ, ડાઘ વગરનો અને એકદમ પવિત્ર હતો.એ બાપ આજે બંધ બારણે માં સિવાયની કોઈ પરસ્ત્રી ના ખોળામાં માથું રાખીને સૂતો હતો. કદાચ એ.દ્રશ્ય પૂજાએ જોઈ પણ લીધું હોય અને પાછું ફરી ગઈ હોય.અને પછી બારણું અવાજ કરીને ખોલ્યું હોય.કારણ કે બારણું તો ખુલ્લું જ હતું.એને સ્ટોપર દેવાનું જ પોતે ભૂલી ગયો હતો.અને પછી તો..રૂપા સાથેની વાતચીતમાં ,વાતો કરતા કરતા ક્યારે લાગણીના વહેણમાં તણાઈ ગયો એ જ ખબર ના રહી. પણ હવે દીકરી શું ધારશે? દીકરીની નજરમાં પોતે પહેલા જેવો જ પવિત્ર રહી શકશે?..
તેનું હૃદય થડક થડક થવા લાગ્યું. તેણે કોઈ પાપ કર્યાના ભાવથી દીકરી સામે જોયું,તો દીકરી તો મંદ મંદ મુસ્કુરાતી હતી.મલકતી હતી. ‘‘પૂજા..’’ તેનાથી અવશપણે બોલાઈ ગયું,‘‘ તું….?’’ પણ વાક્ય અધૂરું રહી ગયું. – હા, પપ્પા હું.‘‘પૂજા હસી પડીઃ” હજી કાઈ શંકા છે?’’
‘‘ના ,ના..એમ નથી કહેતો.પણ તું અત્યારે?..તમારો.તો મસૂરી બાજુનો કાર્યક્રમ હતો ને? કેમ..કેમ..તું મસૂરી ના ગઈ?’’ ‘‘અરે, પપ્પા..આ મોસમ જવા દે તો જાઉંને ? .. ચારેબાજુ વરસાદ છે ત્યાં..રસ્તો ય બ્લોક કરી દીધો છે.અમે વરસાદ બંધ થાય તેની ખૂબ રાહ જોઈ.પણ વરસાદ બંધ થાય તો ને? અહીંયા તો જરાય વરસાદ નથી.જરાતરા ફરફર છે.પણ મસૂરી બાજુ તો વાદળા રમણે ચડ્યા છે. અમે મસૂરી ના રસ્તે ઘણે આગળ નીકળી ગયા હતા.
પણ વરસાદ અમારો દુશ્મન થઈને ઊભો હતો.અને.થોડા સમય પછી રૂરલ રોડ ઓથોરિટી એ જ અમને કહી દીધું કે હવે આગળ નહીં જઈ શકો.એટલે અમે ઉદાસ થઈને ગાડી વાળી.બીજા મિત્રોને એમના ઉતારા એ મૂકીને હું ય આપણી ધર્મશાળા એ પાછી ફરી..’’ ‘‘ પણ અફસોસ રહી ગયો મને.. હવે તું ક્યારે આવીશ પાછી?..’’ આનંદ માથું ધુણાવતા નિરાશ થઈને બોલ્યો,‘‘વરસાદ કાલે રહે એમ નથી?? તારા ફ્રેન્ડસ ને કહી દે ને કે કાલનું નક્કી કરી નાખે.. આજ તો વરસાદનું વિઘન આવી ગયું.એ ય ઓચિંતાનું..! આ અહીંયા વરસાદ આવશે એવું તો મેં ય ધાર્યું નહોતું બેટા, અફસોસ છે મને,કે મારી દીકરી ખાસ મસૂરી ફરવા તો આવી હતી!‘‘ જવાબમાં પૂજા ,રૂપા ઉપર એક નખશિખ નજર નાખતા હસતા હસતા બોલી,’’ ભગવાન જે કંઇ કરે છે એ સારા માટે જ કરે છે. સારૂ કર્યું. જઈ ન શકાયું. વરસાદ નડયો. ખૂબ નડયો. પણ જયારે વરસાદ નડ્યો ત્યારે તો ખૂબ ખીજ ચડી હતી. પણ અત્યારે લાગે છે કે ઈશ્વરે જે કર્યું છે એ ખૂબ જ શુભ કર્યું છે.
જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે.. પપ્પા!..એમ કહીને બન્નેની સામે આવીને ઊભી રહી. અને પછી બોલી : એક જીવતરની વારતા…અધૂરી રહી ગઈ હતી ને? આજે ખબર પડી. છેક આટલા વરસે….! અને એનું છેલ્લું પ્રકરણ લખવા માટે જ ભગવાને વરસાદનું વિઘન ઊભું કર્યું . હું જો મસૂરીમાં હોત તો તો મને કોઈ ખબર જ ના પડેત કે એક જીવતી જાગતી કહાની અકારણ અધવચ્ચે અને અંતરિયાળ મૃત્યુ પામી છે..!!. હું જો અધૂરી સફર છોડીને પાછીના આવી શકી હોત તો મને ખબર જ ના હોત કે મારા પપ્પાની જીવન સફર તો સાવ અધૂરી છે.
આભાર – નિહારીકા રવિયા હું માત્ર મસૂરીના જઈ શકી એનું દુઃખ મને ભારોભાર થયું હતું. દિલમાં પીડા થઈ હતી.પણ તમે તો પપ્પા, એ પીડા લઈને આખી જિંદગી જીવ્યા..જીવ્યા કરતા જીવી લીધું એમ કહીશ તો વધારે બેટર ગણાશે. મને તો ખબર જ નહોતી કે મારા પિતાની જીવનસફર તો સાવ અધૂરી છે. એ સફરમાં જે સાથ આપવા ઈચ્છતું હતું એ પાત્રને તો સમાજ,માવતર અને કહેવાતા રીતિ રિવાજોએ જિંદગીમાંથી ઝૂંટવી લીધું હતું, અળગું કરી દીધું હતું, મારી નાખ્યું હતું.અને મારો બાપ તો ય હસતા હસતા પોતાની જિંદગીની સફર એકલો એકલો કાપી રહ્યો હતો.હા, એને પત્ની મળી હતી, મારી મા રૂપે,મારી જનેતા રૂપે પણ હું સમજણી થઈ ત્યાં સુધી તો એ સ્ત્રી મારા બાપને સમજી શકી જ નહોતી.. ‘‘પૂજા..પ્લીઝ..’’ હા પપ્પા,દુઃખ તો મને ય થાય છે કે એ હવે દિવંગત છે.તેની પુણ્યસ્મૃતિ વાગોળવાની હોય પણ વાસ્તવિકતા માણસ
મૃત્યુ પામે તો ય મટી જતી નથી.તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે.કેમ કે એ હવે મૃત્યુ પામી છે.! પણ જે છે એ ક્યાં મટી જવાનું છે?! તમે એની ખૂબ સેવા કરી મને ખબર છે.હું જાણું છું.અને એ જ્યારે તમને સમજી શકી ત્યારે એના છેલ્લા શ્વાસ ચાલતા હતા.એ ચંદ દિવસોની મહેમાન હતી ત્યારે એણે તમને કહ્યું કે મારી ભૂલ થઈ.પણ ત્યારે શું? આખી જિંદગી તો તમે એની મન,વચન અને કર્મની સેવા કરી જ ને? ક્યારેય એવું ના લાગવા દીધું કે તમે એના હમસફર નથી,હમદર્દ નથી.અને એ ચાલી ગઈ. પપ્પા! પાછળ વધ્યા તમે.! પણ તમારા એકલવાયા જીવનમાં .
તમે.કોઈને પ્રવેશ ના.આપ્યો,બાકી પુરુષ ને ક્યારેક તો કોઈ સ્ત્રી ની ખોટ સાલે! એ પણ કોઈ સાથી ઝંખે. એને પણ કોઈ સ્વપ્ન આવે.કોઈ વાર એવું થાય કે પોતાની સાથે કોઈ ચાલવાવાળું હોય.પણ તમે તો એ બાજુ એકદમ કોરી અને પવિત્ર જ રાખી.ક્યારેય પણ મને જોવા ના મળ્યું,કે.સાંભળવા ના મળ્યું કે ન તો તમે કોઈ સ્ત્રી પ્રત્યે એવી નજરથી જોઈ.ઊલટાનું લોકો તમારી, મારી મા.પ્રત્યેની વફાદારી અને સેવાને યાદ કરે છે.તમે તો બસ,મારાં જ ઉછેરમાં જિંદગી સમર્પિત કરી દીધી.અને પરિણામે મારી જ નજર સામે એક અધૂરી કહાનીના પાત્ર ને હું ઓળખી ના શકી.પણ પપ્પા,આજે…મારે એ કહાનીને આગળ વધારવી છે..
‘‘પૂજા બેટા, તું શું બોલે છે દીકરા?’’ આનંદ લાગણીવશ થતાંપૂછી રહ્યો હતોઃ‘‘કઈ કહાણી અને કઈ વાત બેટા?’’
‘‘એ કહાણી..જે અધૂરી રહી છે.એ કહાણી,જેનો સમાજ દુશ્મન બની બેઠો હતો.એ કહાણી..જેના વલવલતા પાત્રો મારી નજર સામે જ છે!’’
‘‘બેટા, એ ગઈ ગુજરી ની વાત છે. દીકરી, ઠરી ગયેલા ધુણા ફરીને પ્રગટે નહીં દીકરા..’’
‘‘એ ધૂણામાં એકાદ બે અંગારા કોઈની વાટે પડ્યા પડ્યા બુઝાયા વગરના રાખ નીચે ઢબૂરાઇને પડ્યા જ હોય છે. પપ્પા! માત્ર રાખને સંકોરવાથી એ ધૂણા ફરીવાર પ્રગટી ઊઠે છે.પપ્પા! સમયને પાંખો હોય છે ભલે; પણ ક્યારેક અધૂરી વારતાના પાના વચ્ચે સમય, બરફનું ચોસલું બનીને થીર થઈ ગયો હોય છે! અને કહાની ને લખ્યા પછી અધૂરી લાગે તો તેનો લેખક ફરીવાર એ કહાણી લખતો હોય છે. આજે મારે લખવું છે પપ્પા…!
‘‘….તમે જે તમારા જીવતરમાં પહેલી વાર જેને માટે માળો ગૂંથ્યો હતો એ માળામાં આજે કુંભઘડો મારે મૂકવો છે. પપ્પા! વરસોથી અવાવરૂ પડી રહેલી દિલની મઢૂલીને સાફસૂફ કરીને અંદર બે મૂર્તિને સ્થાપવી છે. કહેવાય છે કે કન્યાદાન તો મા અને બાપ બન્ને ભેગા થઈને જ આપી શકે છે. કેમ કે દીકરી એ બન્નેના શરીરનો પિંડ છે.’’
“આજે ભલે મારી સગી જનેતા નથી પણ.. મા મને મળી ગઈ છે. તમારા રૂપે!… તો મારી મા બનશોને?” તેણે રૂપાના બન્ને હાથ પોતાના હાથમાં લીધા અને પોતાના માથા ઉપર મૂકી, આંખોમાં આંખો નાંખી બોલી ઃ મા…! તને કહું છું..મારી મા!’’
– જે શબ્દ સાંભળવા વરસોનો વલખાટ હતો એ શબ્દ પૂજાના મોઢે સાંભળી રૂપાના હૈયાના કપાટ ખુલી ગયા અને નેણાં છલકાઈ ગયા. પૂજાએ ફરીને કહ્યુંઃ ‘હવે તો મારા પપ્પાને છોડીને નહી જતા રહેશો ને મારી મા?!’
‘અરે પણ-’
‘મેં તમારી બધી જ વાતો સાંભળી લીધી છે. અને આ ઘરમાં ફરી એકવાર તમારાં પગલાં પાડો. મને તારી જેવી માં ની જરૂર છે, કે જ્યારે સાસરે થી પપ્પાને મળવા આવું ત્યારે હવે મારા પપ્પાનું મોઢું નિમાણું નહીં હોય!”
-એમ કરીને પૂજા રૂપાના ચરણ કમળમાં ઝૂકી ને પછી હાથ જોડીને ઊભી રહી ઃ “વરસો પછીય એક માળો ફરી પાછો ગૂંથાય એવી પપ્પાની આંખોમાંય એવી લાગણી મેં વાંચી છે. એ પંખી તમે છો. એકવાર મારી માં બનીને આવો ને? હવે સમાજને, રીતિ-રિવાજોને અને દરેક પડકારોને હું જોઈ લઈશ. એ ચિંતા કરો મા! પણ તમારા અને પપ્પાના મળીને ચારેય હાથ મને સાસરે વળાવશે તો જ હું સાસરે જઈશ.બાકી, જીવતર તો હું ય તમારી જેમ કાઢી નાખીશ..કહીશ કે રાગ શું? વૈરાગ શું? અનુરાગ શું? આ તો બધું ઇશ્વર નિર્મિત છે.! રાગ ને જો તમે વાસનાની દ્રષ્ટિએ જુઓ તો
આભાર – નિહારીકા રવિયા પછી એ કહો કે રાધાને કૃષ્ણ પ્રત્યે શું હતું? મીરાને માધવ પ્રત્યે શું હતું? ફરક શબ્દોનો જ છે.ભગવાન પ્રત્યેની ભક્તિને વૈરાગ કહો તો ભગવાન પ્રત્યેની પ્રીતિ શું રાગ છે? અનુરાગ છે?! મૂળ તો ઈશ્વર પ્રાપ્તિની રમણા જ છે ને? .. હવે એ કહો, એક વાર થયેલા રાગ કે અનુરાગને તમે કઈ રીતે મુલવી શકશો?’
લાગણીનો ટકરાવ રૂપાને ખળભળાવી ગયો. એ પૂજા સામે તાકી જ રહી. અજબ ખેંચાણ હતું એની આંખોમાં! જો હોત, તો આવડીજ અને આવી જ દીકરી પોતાને પણ હોત. !! એ તાકી રહી હતી કે પૂજાએ ફરીવાર કહ્યુંઃ તમને માઁ કહ્યું છે.. હોં! અને એણે પૂજાને બાથમાં લીધી. ખબર નહીં પણ એક એવો ઊભરો આવ્યો જાણે પોતાની સગી દીકરી હોય !
આશ્રમમાં પૂજા જ રૂપાને સાથે લઈને ગઈ.અધૂરી કહાનીના પાના ફરીથી ખુલ્યા. માઈ પાસે રજા માંગી. જરૂરી કાગળોની વહિવટી વિધિ પુરી કરી.અને હરિદ્વારમાં મંદિરમાં જ આનંદ રૂપાએ એકબીજાને ફુલહાર કરીને જીવનસાથી બન્યા.
પાછલી રાત્રિના ગાઢ. અંધારામાં ત્રણ પડછાયા હરિદ્વાર-રેલ્વે- સ્ટેશનના રસ્તે ઓગળી રહ્યા હતા!
– ટ્રેન મંઝિલ તરફ દોડી રહી હતી અને આ બાજુ પરોઢ ફૂટું ફૂટું થઈ રહ્યું હતું.
– સમયનો કાંટો પચ્ચીસ વરસ પાછળ ચાલીને આગળ ચાલવા ગયો..
(સમાપ્ત)










































