લાઠી તાલુકામાં સમાવિષ્ટ કુલ ૧૩ સેજામાં મહેસૂલી તલાટીઓની ફરજ માટે દિવસવાર સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. આંબરડી, ચાવંડ, શેખ પીપરીયા, જરખીયા, મતિરાળા, આંસોદર, શાખપુર, નાનારાજકોટ, ઠાંસા અને ધામેલ સેજામાં સોમવારથી મંગળવાર સુધી નિયત ગામે, બુધવારે અન્ય નિયત ગામે અને ગુરુવારે મામલતદાર કચેરી, લાઠી ખાતે તલાટીઓ હાજર રહેશે. શુક્રવાર અને શનિવારે સેજાનાં ગામોમાં ક્ષેત્રિય કામગીરી કરવામાં આવશે.લાઠી-૧ અને લાઠી-૨ કસ્બા સેજાના તલાટીઓ સોમવારથી શનિવાર સુધી મામલતદાર કચેરીમાં ફરજ બજાવશે. દામનગર કસ્બા સેજાના તલાટી સોમવારથી બુધવાર તથા શુક્રવારથી શનિવાર સુધી નગરપાલિકા કચેરી, દામનગર ખાતે અને ગુરુવારે મામલતદાર કચેરી, લાઠી ખાતે હાજર રહેશે.