ચલાલા હુડકો સોસાયટી રોડથી ગરમલી (મોટી) ગામે નીકળતી ૧૧ કે.વી. હુડલી ખેતીવાડી ફીડરમાંથી રૂ. ૯૯,૨૬૫ ના વીજ વાયર ચોરાયા હતા. બનાવ અંગે નાયબ ઈજનેરે ચાર રાજસ્થાની સામે ફરિયાદ નોંધાવી હતી. ગોપાલભાઇ પુનમચંદ ગણાવા (ઉ.વ.૪૨)એ સુખદેવ ગોપીલાલ રેગર, રોશન ઘીસુ કાઠાત, ઇરફાન કુકા કાઠાત તથા મદનસીંહ શકંરસિંહ રાવત સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ ચલાલા હુડકો સોસાયટી રોડ થી ગરમલી (મોટી) ગામે નીકળતી ૧૧ કે.વી. હુડલી ખેતીવાડી ફીડરમાંથી એલ્યુમિનીયમ વીજ વાયર જે કુલ ૧૮ ગાળાના આશરે ૨૨૦૦ મીટર ) લંબાઇનો વીજ વાયર કિંમત રૂ.૯૯,૨૬૫ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.