સાવરકુંડલાનો યુવક દેશી તમંચા સાથે ઝડપાયો હતો. હરેશભાઈ નનકુભાઈ મોટીયાર (ઉં.વ. ૩૦) એક હાથબનાવટનો દેશી તમંચો, ત્રણ જીવતા કારતૂસ તથા એક મોબાઈલ સાથે ઝડપાયો હતો. પોલીસે રૂ. ૨૫,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે આ તમંચો સુરતમાં રહેતા યુવક પાસેથી ખરીદ્યો હતો.






































