સાવરકુંડલા માં શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર સંચાલિત એમ. એલ. શેઠ સ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ પ્રાચીન તથા અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે આયોજિત ગરબા સ્પર્ધાના વિજેતા ખેલૈયાઓને વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી, કેમ્પસ ડાયરેક્ટર પરેશભાઈ જોષી તથા આચાર્યશ્રીના હસ્તે પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા.ટ્રસ્ટીગણ અને વરિષ્ઠ પત્રકારે બાળકોની કળાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. શાળા પરિવારની જહેમતથી સમગ્ર કેમ્પસ ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઊઠ્‌યું હતું.