સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પન્ના નાયક અને નટવર ગાંધીના સૌજન્યથી ‘પન્ના નાયક ફ્રી પેડ વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાની ૮૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિશોરીઓમાં માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી ડો. નિધીબેન સોંદરવાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય ઉષાબેન તેરૈયા અને સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ સેવાકીય કામગીરી બદલ શાળા પરિવાર દ્વારા વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.