સાવરકુંડલા ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થતાં તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન રજત જયંતિ મહોત્સવ અને ભવ્ય શ્રીમદ્ ભાગવત પારાયણ યોજાશે. આ પ્રસંગે શિવાજી નગર જલારામ મંદિર પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં નિર્લેપસ્વરૂપદાસજી અને હરિપ્રકાશદાસજી કથાનું રસપાન કરાવશે. ભુવા રોડ પર મંગળુભાઈ લખુબાપુ ખુમાણની વાડીમાં યોજાનારા મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો જોડાય અને સહયોગ આપે તેવી આયોજકોએ અપીલ કરી હતી.









































