સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલી મધુવન સોસાયટીમાં વીજપોલમાં શોર્ટ સર્કિટ થતાં સ્થાનિકોમાં થોડી અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ અંગે PGVCL કચેરીને જાણ કરાતાં, તેમની ઝડપી કામગીરી જોવા મળી હતી. માત્ર ચાર જ મિનિટમાં PGVCL કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તત્કાળ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.