લાઠીમાં વ્યાજખોરીથી બચવા અને નાગરિકોને સરળતાથી લોનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી પોલીસ દ્વારા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીના લોકો માટે લોન મેળો યોજાયો હતો. જેમાં અલગ અલગ બેંકોના અધિકારીઓએ લોન બાબતે જરૂરી માર્ગદર્શન લોકોને આપ્યું હતું. આ જનસંપર્ક કાર્યક્રમ દ્વારા નાગરિકોને વ્યાજના વિષચક્રમાં ન ફસાવા અપીલ કરી હતી. તેમજ ધંધા માટે બેંકો તરફથી સરળતાથી લોન મળી રહે તેમજ ક્યા ક્યા ડોક્યુમેન્ટને આધારે લોન મળશે તે અંગે વિવિધ બેંક દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.