લાઠી શહેરના કેરિયા રોડ સ્થિત ખોડીયારનગર વિસ્તારમાં રડતી હાલતમાં મળેલા ત્રણ વર્ષના બાળક અંગે સ્થાનિક રહેવાસીએ લાઠી પોલીસને જાણ કરી હતી. પોલીસનો સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક પહોંચીને બાળકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી હતી. સતત બે કલાકની તપાસ બાદ બાળકના પિતા અનસીંગભાઈ કટારાનો સંપર્ક થયો હતો. જરૂરી ઓળખ ચકાસણી બાદ બાળકને સુરક્ષિત રીતે પિતાને સોંપવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.




































