વડિયા ખાતે રસ્તાના પ્રશ્ને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારનાર ભોળા ખેડૂતને વડિયા મામલતદાર યોગેશ બારડે કચેરીએ બોલાવી, માપણી સીટો અને હુકમોની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની રજૂઆત બાદ મામલતદારે સ્પેશિયલ સમય ફાળવીને ખેડૂતને સમજાવ્યું કે પાંચ વર્ષ પહેલાં જ આ હુકમની અમલવારી થઈ ચૂકી છે. અત્યાર સુધી રાજકીય લોકો પોતાના સ્વાર્થ માટે ખેડૂતને ગેરમાર્ગે દોરી ખોટા ધક્કા ખવડાવતા હતા. અંતે મામલતદારે ખેડૂતને નામદાર સિવિલ કોર્ટનો સહારો લેવા સાચી દિશા બતાવતા વર્ષોથી હેરાન થતા ખેડૂતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.









































