ઉના શહેરમાં જુના ગેરેજ પાસે આવેલા ખોડલધામ ખાતે જંગલી મધમાખીઓના ઝુંડથી રાહદારીઓને ડંખ મારવાની ફરિયાદો ઉઠી હતી. ટ્રસ્ટીઓ અને સ્થાનિકોની રજૂઆત મળતા જ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નવરાત્રી દરમિયાન દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ અને સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકાના સ્ટાફ તથા ફાયર ફાઇટરની મદદથી સ્થળ પર દવાનો છંટકાવ કરાવી મધમાખીઓના ઝુંડને દૂર કરવાની કામગીરી કરાવી હતી.







































