અમરેલીમાં ધીમેધીમે તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે અને રાત્રિના લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ઠંડીનો ચમકારો થતા લોકોને ગરમ કપડા કાઢવાની ફરજ પડી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સુસવાટાનો લોકો અહેસાસ કરી રહ્યા છે. જા કે હજુ નવેમ્બર-ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં ઠંડી વધતા લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે. ઠંડીનો ચમકારો થતા લોકો ચા -કાવાની ચુસ્કી મારી રહ્યાં છે.








































