ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક એવી જાહેરાત કરી છે જેનાથી પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે. હા, આર્મી ચીફે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કહ્યું છે કે ભારત હવે ‘ઓપરેશન સિંદૂર ૨.૦’ માટે તૈયારી કરી રહ્યું છે. તેમણે ભાર મૂક્્યો કે પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનની કાર્યવાહીના જવાબમાં અપનાવવામાં આવેલી લશ્કરી રણનીતિ યથાવત છે.
આર્મી ચીફે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને વર્તમાન પરિસ્થિતિને કામચલાઉ યુદ્ધવિરામ તરીકે વર્ણવવામાં આવી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના, જનરલ દ્વિવેદીએ ભારતની લશ્કરી તૈયારીઓ પર ભાર મૂક્્યો, એક મજબૂત સંદેશ આપ્યો અને સંકેત આપ્યો કે જા કોઈ નવું ઓપરેશન જરૂરી બને, તો માત્ર સેના જ નહીં પરંતુ વાયુસેના અને નૌકાદળ પણ તૈયાર છે.
સેના ચીફે જણાવ્યું હતું કે જા ઓપરેશન સિંદૂર ૨.૦ થાય છે, તો ભારતીય સેના અને ત્રણેય સેવાઓ સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં, અમે ત્રણેય સેવાઓ વચ્ચે તાલમેલ વધારવા અને ૨૪ટ૭ યુદ્ધ માટે પોતાને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધક્ષેત્ર એટલું પારદર્શક છે કે દરેક પ્રવૃત્તિ બીજી બાજુ જાણીતી છે, તેથી આપણે સરહદી વિસ્તારોમાં આપણા સૈનિકો તેમજ નાગરિકોનું રક્ષણ કરવા માટે આપણી તૈનાતી, ઉપયોગ અને જરૂરી સુરક્ષા પગલાંના સંદર્ભમાં ખૂબ સાવધ રહેવું પડશે









































