પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવાના અભિયાન હેઠળ ગીરગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી. ગોહિલની રાહબરીમાં પોલીસે મોટી સફળતા મેળવી છે.
પોલીસ ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે બાબરીયા ચેક પોસ્ટ નજીક વોચ ગોઠવી એક શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. તલાશી દરમિયાન કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી રૂ. ૧,૦૪,૪૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૪૪ બોટલો, રૂ. ૫૦,૦૦૦ ની કાર અને રૂ. ૩,૦૦૦ નો મોબાઈલ મળી કુલ રૂ. ૧,૫૭,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જૂનાગઢના જયેશ હેમાણી સહિત ત્રણ શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેઈડ દરમિયાન ફરાર થઈ ગયેલા જામવાળાના શંભુભાઈ ડગીયા અને પિયુશ ડગીયાને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.







































