કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા કરજાળા ગામ ખાતે તા. ૨૩/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬ દરમિયાન ARYA પ્રોજેક્ટ અંતર્ગત વોકેશનલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેવીકેના વરીષ્ઠ વૈજ્ઞાનીક અને વડા ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં ઉદ્યોગ લક્ષી વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ડો. મિનાક્ષી કે. બારીયાએ છઇરૂછ પ્રોજેક્ટની રૂપરેખા આપી ફળ અને શાકભાજીમાં મૂલ્ય-વર્ધન તેમજ ખેત પેદાશોની વિવિધ ચીજવસ્તુઓના માર્કેટિંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, વિષય નિષ્ણાંત ડો. શ્વેતા એ. પટેલ દ્વારા મરી મસાલા પાકોમાં પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતી દ્વારા સારા બજાર ભાવ મેળવવા અંગે માહિતી અપાઈ હતી. ARYA પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને વિષય નિષ્ણાંત ડો. નેહા તિવારીએ ખેતી પેદાશોમાં ઉપયોગમાં લેવાતી જુદી-જુદી પ્રોસેસિંગ તકનીક અને તેના માટે જરૂરી મશીનરી વિશે ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા હતા. આ પાંચ દિવસીય તાલીમમાં કરજાળા ગામના અંદાજે ૨૪૦ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તાલીમ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.