અમરેલીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે કોન્ટ્રાક્ટરને ધમકી આપી હતી. ઉપરાંત ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો પણ આપી હતી. આ અંગે હરેશભાઈ નાગજીભાઈ ભાયાણી (ઉ.વ. ૫૬)એ રાજકોટમાં રહેતા મીત બગથરીયા તથા અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને તથા મીત બગથરીયાના મામા જિજ્ઞેશભાઈ ભાયાણીને પૈસાની લેતી-દેતી બાબતે રાજકોટ કોર્ટ ખાતે કેસ ચાલુ હતો. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેમના ફોનમાંથી સાહેદને ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી, ઘોદા મારીને મારી નાખવાની તેમજ ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમને પણ જેમ ફાવે તેમ ગાળો આપી ધમકાવ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે. એસ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.