રાજુલાના કુંડળીયાળા ગામે સાસુએ ફોન કરી સામાન ભરી જવાનું કહેતાં જમાઈને લાગી આવ્યું હતું.
વિજાણંદભાઈ ઉર્ફે રાહુલ રત્નાભાઈ બારૈયા (ઉં.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમનાં તથા તેમનાં બહેન દયાબેનના લગ્ન ચૌત્રા ગામે સામસામે આજથી આશરે બે માસ પહેલાં થયાં હતાં. ગઈકાલે
રાત્રે આશરે એક વાગ્યે કોઈ કારણ વગર તેમના સાળા અજયભાઈ, સાસુ તથા નાનો સાળો આવીને તેમની બહેન દયાબેનને મૂકી ગયા હતા અને તેમની પત્ની ભૂમિબેનને તેડી ગયા હતા. ત્યારબાદ તેમનાં સાસુએ ફોન કરી સામાન ભરી જવાનું કહ્યું હતું. આ વાતનું લાગી આવતાં તેમણે પોતે એસિડ પી લીધું હતું, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જે. ધાખડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.





































