ચિતલ ગામે બે સ્થળેથી દેશી દારૂ બનાવવાનો ૩૩૦ લિટર આથો પકડાયો હતો. પોલીસે બંને સ્થળેથી ૮,૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાવરકુંડલામાંથી ૪ બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. ખોડિયાર ચોક, રામનાથ મહાદેવના મંદિર પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની ૪ બોટલ સાથે એક યુવક પકડાયો હતો. સાવરકુંડલાના ગાવડકા ગામે આવેલા તળાવના કાંઠે પાળા પાસેની બાવળની કાંટમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે અહીંથી દેશી દારૂ, વોશ, ભઠ્ઠીનાં સાધનો અને બાઇક મળી કુલ ૪૯,૨૩૦ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વડિયામાંથી બે તેમજ બગસરા, કરિયાણા, દામનગર, લાઠી અને નાગેશ્રીમાંથી એક-એક મળી કુલ સાત ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.