અમરેલી જિલ્લામાં વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ જાગૃતિ સપ્તાહ અંતર્ગત એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (છસ્ઇ) અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો, ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એન્ટિબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપી સૌનેજાગૃતિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સહયોગથી અમરેલીના મેડિકલ સ્ટોર્સની મુલાકાત લેવામાં આવી હતી. દુકાનો પર ‘No Prescription, No Antibiotics’ અને ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટિબાયોટિક દવાઓ લેવા અંગેના સ્ટીકરો લગાવાયા હતા.