સાવરકુંડલાના નેસડી ગામે એક ખેડૂતને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ઘટના બની છે. આ અંગે અન્નુભાઈ મોરભાઈ વેકરિયા (ઉં.વ.૬૦)એ હિરેન ગૌતમભાઈ મકવાણા, ભૌતિક ગૌતમભાઈ મકવાણા તથા ભાવિકાબેન ગૌતમભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અગાઉ આરોપી હિરેન ગૌતમભાઈ મકવાણા સાથે બાઇક સરખું ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. તેનું મનદુઃખ રાખી આરોપીઓએ બે મોટરસાયકલ ઉપર લાકડી તથા પાઇપ લઈ આવી તેમને ગાળો આપી હતી, તેમજ શરીરે વાંસામાં લાકડીથી તથા ઢીકાપાટુનો માર મારી મૂઢ ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત, સાહેદ યુનુસભાઈને પણ હાથે કાંડાના (પહોંચાના) ભાગે મૂઢ ઇજા કરી હતી. આ મામલે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એમ. અગ્રાવત વધુ તપાસ કરી રહ્યા છે.