બાબરા તાલુકાના દરેડ ગામે પુત્રને ગાળો આપવા બાબતે ઠપકો આપવાનું મનદુઃખ રાખી પિતા-પુત્રએ યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, દરેડ ગામના રહેવાસી અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ફરિયાદી જગદીશભાઇ રાઘવભાઇ ડેરવાળીયા (ઉં.વ. ૪૫) ના પુત્રને આરોપી કલ્પેશભાઇ દિનેશભાઇએ ગાળો આપી હતી, જે અંગે ફરિયાદીએ ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી ગત તા. ૧૮/૧૧/૨૬ ના રોજ ફરિયાદી ઘરેથી બહાર નીકળ્યા ત્યારે આરોપી દિનેશભાઇ રાઘવભાઇએ લાકડાનો ધોકો લઈ ‘તેં મારા દીકરાને કેમ ઠપકો આપ્યો’ તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. જ્યારે કલ્પેશભાઇએ લોખંડના પાઇપ વડે વાસામાં અને ડાબા હાથના પંજામાં ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.





































