અમરેલી જિલ્લા પોલીસે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ગત તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ અલગ-અલગ વિસ્તારોમાંથી જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા કુલ ૯ શખ્સોને ઝડપી પાડ્યા છે.જેમાં જાફરાબાદ મરીન અને ટાઉન પોલીસે શિયાળબેટના માનસંગભાઈ શિયાળ, જાફરાબાદના પ્રવીણભાઈ ઉર્ફે કાળી સોલંકી તથા મીતીયાળાના હિંમતભાઈ પરમારને પકડી પાડ્યા હતા. જ્યારે ખાંભા પોલીસે બોરાળાના જયેશભાઈ મકવાણા તેમજ રાણીંગપરાની વાડીએ રહેતા વિષ્ણુ શર્મા, સુરેન્દ્રસિંહ રાવત અને નારાયણલાલ ભીલને નશાની હાલતમાં ઝડપી લીધા હતા.આ ઉપરાંત, ધારીના પ્રેમપરામાંથી દિનેશભાઈ સુદરાસણા અને રાજુલાના મફતપરા વિસ્તારમાંથી સલુભાઈ વાઘેલા પણ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.








































