વડોદરાના પંડ્યા બ્રિજ પર બપોરના સમયે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી. ટુ-વ્હીલર પર જઈ રહેલું દંપતી ટેન્કરની અડફેટે આવ્યું હતું. અકસ્માતમાં દશરથ મગનભાઈ પટેલ (૬૬) અને તેમનાં પત્ની મંજુલાબેનનું મોત થયું છે. ઘટનાને પગલે બ્રિજ પર લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, દશરથ પટેલ અને તેમનાં પત્ની મંજુલાબેન ટુ-વ્હીલર પર પંડ્યા બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન આગળ જઈ રહેલા ટેન્કરના પાછળનાં પૈડાંની અડફેટે આવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંનેને જીવ ગુમાવવો પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન ટેન્કર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી.પોલીસે ફરાર ટેન્કર ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ તપાસવા, પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો નોંધવા અને ટેન્કરની ઓળખ મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.