સેન્ડપેપરગેટ કૌભાંડે ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાના આઠ વર્ષ પછી, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ તેમની આત્મકથા “સબર” માં ખુલાસો કર્યો છે કે બધા ખેલાડીઓ સેન્ડપેપરના ઉપયોગમાં સામેલ હતા, જેનાથી આ મુદ્દો ફરી ગરમાયો છે. ડેવિડ વોર્નર ખ્વાજાના નિવેદનને ટેકો આપવા આગળ આવ્યા, જ્યારે વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે દાવાને ફગાવી દીધો. તેમણે કહ્યું કે બોલરોને કોઈ જાણકારી નહોતી કે ખેલાડીઓ સેન્ડપેપરનો ઉપયોગ કરી રહ્યા છે. જાકે, કેમેરોન બેનક્રોફ્ટે જણાવ્યું હતું કે ટીમના દરેક ખેલાડી આમાં સામેલ હતા અને કમિન્સના નિવેદનથી તેમને વિશ્વાસઘાતનો અનુભવ થયો.
કેમેરોન બેનક્રોફ્ટ દ્વારા કરવામાં આવેલા દાવા અંગે, જે ઘટનામાં દોષિત સાબિત થયા હતા અને ત્યારબાદ પ્રતિબંધિત થયા હતા, પેટ કમિન્સે તેમના મેનેજર દ્વારા જણાવ્યું હતું કે તેઓ હજુ પણ પોતાના વલણને જાળવી રાખે છે કે બોલરો બોલ પર સેન્ડપેપરના ઉપયોગથી અજાણ હતા. એબીસી ન્યૂઝ અનુસાર, પેટ કમિન્સના મેનેજર નીલ મેક્સવેલે કહ્યું હતું કે પેટનું વલણ આઠ વર્ષમાં બદલાયું નથી. તે પહેલા દિવસથી જ પોતાના વલણ પર અડગ છે. પેટ ચોક્કસપણે કેમેરોન માટે ખરાબ અનુભવે છે. તે ઘણું સહન કરી ચૂક્્યો છે. અમે લોકોને પેટના ઇન્ટરવ્યુની ટ્રાન્સક્રિપ્ટ ફરીથી વાંચવા વિનંતી કરીએ છીએ. એવું કંઈ નથી જેના પર તેમણે ધ્યાન આપ્યું ન હોય, જેમાં કેમેરોનની તાજેતરની ટિપ્પણીઓનો પણ સમાવેશ થાય છે. પેટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું પુનર્નિર્માણ કર્યું છે.
કેમેરોન બેનક્રોફ્ટ કમિન્સના દાવાનું ખંડન કરવા આગળ આવ્યા કે બોલરો સેન્ડપેપરના ઉપયોગથી અજાણ હતા અને એક અલગ નિવેદન આપ્યું. ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયનમાં પોતાના કોલમમાં, બેનક્રોફ્ટે લખ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં બોલ પર સેન્ડપેપરના ઉપયોગ વિશે ફક્ત અમે ત્રણ જ નહોતા – સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને હું – જાણતા હતા. આખી ટીમ તેમાં સામેલ હતી. તેમણે કેટલીક મહત્વપૂર્ણ વિગતો છુપાવી હતી, જેમ કે સેન્ડપેપરનો ઉપયોગ ક્યારે શરૂ થયો, તે કેટલો સમય ચાલ્યો, અને અન્ય લોકોએ શું ભૂમિકા ભજવી અથવા તેમને તેના વિશે કેટલું જ્ઞાન હતું. આ ઘટના વિશે લખવાનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન પેટ કમિન્સની પ્રેસ કોન્ફરન્સ હતી.











































