ઉના તાલુકાના સનખડા ગામમાં સમસ્ત જાદવ પરિવાર દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત પારાયણનો આજે પ્રારંભ થયો છે. ૧૭થી ૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધી ચાલનારા પારાયણના પહેલા દિવસે પોથીયાત્રા યોજાઈ હતી. પારાયણનું આયોજન ગામના શ્રી બલાડ માતાજી મઢ ખાતે સમસ્ત કુળના કલ્યાણ માટે કરવામાં આવ્યું છે. પોથીયાત્રામાં જાદવ પરિવારના વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનો જોડાયાં હતાં. યાત્રા દરમિયાન ભજન-કીર્તન થયું હતું. મહંત ભાવેશબાપુ શુકલ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય દરરોજ સવારે ૯થી બપોરે ૧૨ અને બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે. દરરોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન છે. નવ દિવસ દરમિયાન નવદુર્ગા, મહાકાળી, ચામુંડા માતાજીના પ્રાગટ્ય સહિત અંબા યજ્ઞ અને તુલસી વિવાહ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે.








































