ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આશરે એક વર્ષ પહેલાં શહેરની ત્રણ અલગ-અલગ પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસમાં ત્રણેય નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હતા. આ મામલે એડજ્યુડિકેટિંગ ઓફિસરની કોર્ટમાં કેસ ચાલ્યા બાદ સંબંધિત પેઢીઓ અને ઉત્પાદકોને મળીને કુલ રૂ.૧૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મનપાના ફૂડ ઓફિસર દેવાંગ જાષીએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગે કપાસિયા તેલના બે અને પનીરના એક નમૂના લીધા હતા. તપાસમાં ત્રણેય નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. દેવ સેલ્સ, સત્યનારાયણ રોડ પરથી લેવામાં આવેલા કપાસિયા તેલના નમૂનામાં ખામી જણાતાં પેઢી અને ઉત્પાદકને સંયુક્ત રીતે રૂ.૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તેવી જ રીતે એલિયા ઓઈલ ડેપો, સ્ટેશન રોડ પરથી લેવામાં આવેલા કપાસિયા તેલનો નમૂનો પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આ કેસમાં પેઢી અને ઉત્પાદક સહિત સંબંધિત તમામને સંયુક્ત રીતે રૂ.૬ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
વાઘાવાડી રોડ પર આવેલી સોફ્ટ બી રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનાની તપાસમાં પણ તે સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પેઢીને રૂ.૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ ઓફિસરના જણાવ્યા મુજબ, નમૂનો લેવામાં આવ્યો ત્યારે આ ભાગીદારી પેઢી કાર્યરત હતી, જાકે હાલમાં રેસ્ટોરન્ટ બંધ છે.
ફૂડ ઓફિસર દેવાંગ જાષીએ જણાવ્યું હતું કે સરકારી લેબોરેટરીમાં ખાદ્ય પદાર્થોના નમૂના મોકલ્યા બાદ કેસની પ્રકૃતિ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળ કે ગુણવત્તાની ખામી હોય અને નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થાય તો કેસ એડજ્યુડિકેટિંગ કોર્ટમાં ચાલે છે. આવા કિસ્સામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ ભર્યા બાદ વેપારીને ફરી ધંધો કરવાની છૂટ મળે છે.
જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક અથવા અખાદ્ય જાહેર થાય ત્યારે ફૂડ વિભાગ પોતે ફરિયાદી બની સંબંધિત વિસ્તારની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કરે છે. આવા કેસમાં દંડની સાથે જેલની સજાની પણ જાગવાઈ છે.






































