વલસાડ જિલ્લાના વાપીમાં ર્જીંય્એ મોટી કાર્યવાહી કરીને સોપારી ભરેલી ૧૦ ટ્રક ઝડપી પાડી છે. ટ્રકોમાં આવેલી સોપારીની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સોપારી કર્ણાટકથી આવી હોવાનું ખુલ્યું છે.
સોપારીના ૧૦ ટ્રક ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. આ સોપારી ચોરીની છે કે બિલ વગરની તે અંગે એસઓજી દ્વારા સોપારીના દસ્તાવેજાની તપાસ કરવામાં આવી રહી છે.૧૦ ટ્રકમાં કેટલા કરોડની સોપારી ભરેલી હતી અને આ જથ્થાનો અસલી માલિક કોણ છે, તે અંગે તપાસ ચાલી રહી છે. આ જથ્થો વાપીના કયા વેપારી સુધી પહોંચવાનો હતો, તે પણ તપાસનો મુદ્દો છે.
આ મામલામાં અને ઈ-વે બિલમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોપારીની આડમાં ટેક્સ ચોરીનું નેટવર્ક ચાલતું હોવાની શક્યતા પણ તપાસના દાયરામાં છે. કર્ણાટકથી વાપી સુધી આ નેટવર્ક કોણ ચલાવે છે, તે પણ મોટો સવાલ છે.
હવે જોવાનું એ રહેશે કે એસઓજીની તપાસ માત્ર ટ્રકચાલકો કે વેપારીઓ સુધી જ સીમિત રહે છે કે નેટવર્ક ચલાવતા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચે છે.







































