કચ્છ જિલ્લામાં દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારના આદેશ બાદ દબાણ હટાવો ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક વર્ષ દરમિયાન જિલ્લામાં ૩૩૦૦ સ્થળેથી દબાણો હટાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એક વર્ષમાં કરાયેલી કાર્યવાહીમાં કુલ ૧.૩૫ કરોડ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની અંદાજિત કિંમત આશરે ૫૦૦ કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
પશ્ચિમ કચ્છમાં ૧૮૫૦ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ૧.૩૦ કરોડ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. પૂર્વ કચ્છમાં ૧૪૪૫ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ૫ લાખ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા દબાણ હટાવો ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે.








































