રાજુલા તાલુકાના જૂની કાતર ગામે એક યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો બનાવ સામે આવ્યો છે.જૂની કાતરના ટીંબા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા ગોવિંદભાઈ જેઠાભાઈ જોગદિયા (ઉં.વ. ૩૬) ગત તા. ૧૩/૧૧/૨૦૨૬ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ગામમાં દિનેશભાઈ પરમારની દુકાન પાસે ઊભા હતા. આ સમયે જયતો રાજાભાઈ જોગદિયા ફોરવ્હીલ લઈને દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવ્યો હતો અને “અહીં કેમ ઊભો છો?” કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આરોપીએ ફરી સામે મળીશ તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.








































