બાબરાના ચરખા ગામેથી યુવતી ભરબપોરે ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે દિલીપભાઈ નાથાભાઈ રાદડિયા (ઉં.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની હંસાબેન બપોરે ઘરે સૂતા હતા ત્યારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેમની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. જી. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.





































