સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી ખાતે અમેરિકાના માનસિક રોગોના નિષ્ણાંત (Psychiatrist) ડો. ભુપેન્દ્ર રાજપુરા દર્દીઓની તપાસ કરશે. તેઓ આગામી તારીખ ૦૭/૧૨/૨૦૨૬ થી તારીખ ૨૪/૧૨/૨૦૨૬ સુધી રોજ અહીં આવતા દર્દીઓની તપાસ કરી તબીબી સેવાઓ પૂરી પાડશે.આ તપાસ માટે દર્દીઓએ અગાઉથી નામ નોંધાવવું જરૂરી રહેશે. દર્દીઓ ફોન દ્વારા અથવા રૂબરૂ જઈને નામ નોંધાવી શકે છે. નામ નોંધાવ્યા બાદ દર્દીને તારીખ અને સમય ફાળવવામાં આવશે, અને માત્ર તે મુજબ જ દર્દીઓની તપાસ કરવામાં આવશે. નામ નોંધણી માટે ૮૧૫૬૦ ૯૯૯૫૩, ૮૭૫૮૨ ૩૪૭૪૪ અથવા ૦૨૮૪૩-૨૪૨૦૪૪/૪૪૪ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.




































