કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિત શાહે શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને માણસા ખાતે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રૂપાલમાં વિશ્વપ્રસિદ્ધ વરદાયિની માતાજીનાં દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
રૂપાલ સ્થિત શ્રી વરદાયિની માતા મંદિર ખાતે અમિત શાહે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમના હસ્તે ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ધાર્મિક આસ્થાના કેન્દ્ર રૂપાલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંદિર સાથે સંકળાયેલા લોકો અને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જાવા મળ્યો હતો.
અમિત શાહ માણસા ખાતે આવેલા કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે પત્ની સહિત પરિવાર સાથે માતાજીનાં દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. નવરાત્રિના પાવન અવસરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાત સહિત દેશના તમામ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
માણસા ખાતે કુળદેવી બહુચરાજી માતાજીનાં દર્શન કરી સપરિવાર આરતી ઉતારી હતી. દિવસના ધાર્મિક કાર્યક્રમો બાદ તેમણે કોલવડા ગામમાં યોજાતા ગરબાની પણ મુલાકાત લીધી હતી.
માણસામાં દર્શન-પૂજન બાદ અમિત શાહ પત્ની સાથે ગાંધીનગરના ક-રોડ વિસ્તારમાં આવેલા એક ભાજપ કાર્યકર્તાની હોટલે ભોજન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કોલવડા ગામમાં પટેલ ભાગોળ નજીક આવેલા માંડવી ચોક ખાતે યોજાતા ગરબા નિહાળવા પહોંચ્યા હતા. અહીં તેમણે અંદાજે ૧૫ મિનિટ સુધી બેસીને ગરબાની રમઝટ નિહાળી હતી.
નવરાત્રિના માહોલમાં કેન્દ્રીય મંત્રીને પોતાની વચ્ચે જાઈ સ્થાનિક લોકો અને ગરબા આયોજકોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો. ગરબા નિહાળ્યા બાદ અમિત શાહે ઉપÂસ્થત લોકોને હાથ જાડીને અભિવાદન કર્યું હતું અને ત્યારબાદ અમદાવાદ જવા રવાના થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર મહાનગર ભાજપના અધ્યક્ષ આશિષ દવે, ધારાસભ્ય રીટા પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા. ધાર્મિક દર્શનથી લઈને સ્થાનિક ગરબા કાર્યક્રમ સુધીની તેમની મુલાકાતને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા જાવા મળી હતી.










































