રાજુલાના ઊંટિયા ગામે મોટરસાઇકલ સામસામે આવી જવા મુદ્દે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. અમિતભાઈ હિંમતભાઈ પરમાર (ઉં.વ.૨૦)એ કરણભાઈ જીતુભાઈ પરમાર, નિતિનભાઈ ઉર્ફે ભોલું જીતુભાઈ પરમાર તથા સુનિલભાઈ ભાણાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પાંચેક દિવસ પહેલાં તેમની તથા કરણભાઈ જીતુભાઈ પરમારની મોટરસાઇકલ સામસામે આવી ગઈ હતી, જે અંગે બોલાચાલી થઈ હતી. તે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને ગાળો બોલી મૂંઢ માર માર્યો હતો.સામપક્ષે, સુનિલભાઈ ભાણાભાઈ પરમાર (ઉં.વ.૨૨)એ અમિતભાઈ હિંમતભાઈ પરમાર, વિક્રમભાઈ હિંમતભાઈ પરમાર તથા સંજયભાઈ હિંમતભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પાંચેક દિવસ પહેલાં મોટરસાઇકલ સામસામે આવી ગઈ તે સમયે બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ગાળો બોલી મૂંઢ માર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ. કે. પીછડિયા વધુ તપાસ કરી રહ્યા છે.